શ્રી ગોઝારિયા કે.મંડળ દ્વાર આયોજિત અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો પ્રોગ્રામ આજે શાળાના મફતલાલ મુખી પ્રાર્થનહોલ ખાતે યોજાયેલ. ભૂતપૂર્વ જાયન્ટસ પ્રમુખ તથા કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી એ.જી.પટેલ ઈનામ વિતરણ સમારંભના મુખ્ય સ્પોન્સર હતા. જાયન્ટસ ગ્રુપના વર્તમાન પ્રમુખ શ્રી ભરતભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખશ્રી મહેશભાઈ શર્મા તથા મંત્રીશ્રી પંકજભાઈ એન.પટેલ અને જાયન્ટસ પીપલ્સ ફાઉન્ડેશનના સભ્યશ્રીઓ હાજર રહી ધોરણ 10,12 તથા કોલેજની તેજસ્વી વિદ્યાર્થેનીઓ ને શિલ્ડ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. પ્રોફેસર શ્રી એ.જી.પટેલ, મંત્રીશ્રી શૈલેષભાઈ એમ.પટેલ તથા નિયામક શ્રી એન.કે.પટેલ દ્વારા પ્રોગ્રામ સફળ થાય તે માટે સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
સન્માન સમારંભ દરમ્યાન શ્રી મહેશભાઈ શર્મા સાહેબે જાયન્ટસ ગોઝારીયા નો પ્રવૃત્તિ અહેવાલ રજૂ કર્યા હતો. જાયન્ટસ ગ્રુપ ગોઝારીયા દ્વારા અષ્ટ દશાબ્દિ મહોત્સવમાં 11000/- ના યોગદાનની જાહેરાત કરવામાં આવી હતી. કેળવણી મંડળના મંત્રીશ્રી શૈલેશભાઈ પટેલે અષ્ટ દશાબ્દિ મહોત્સવમાં 11000/- નું યોગદાન આપવા બદલ પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા સૌ સભ્યશ્રીઓનો આભાર વ્યક્ત કર્યા હતો.