તા ૧૩/૦૮/૨૦૨૧ અને તા ૧૪/૦૮/૨૦૨૧ના રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોઝારિયાના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ અને Environment care & Development Trust, Sertha દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘સ્વચ્છતા પખવાડા’ નિમિત્તે બદલપુરા, દત્તક ગામ ધાધુસણ અને પઢારિયા ગામે Two day campનુ આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત સ્વચ્છતા રેલી, રાષ્ટ્રગાન પ્રોગ્રામ, વડવાવો, કપડા વિતરણ અને ચોપડા વિતરણની સાથે સાથે ગામની પ્રાથમિક શાળાની આસપાસના વિસ્તારમાં સફાઇનો કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓ સમક્ષ અધ્યા. ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલાએ રમુજી શૈલીમાં ‘આઝાદીના ઈતિહાસમાં સ્વાતંત્ર સેનાનીઓનો ફાળો’ તથા રાષ્ટ્રીય ગાન કરવા ગામવાસીઓને આહવાન કરવામાં આવ્યું. જ્યારે શ્રી રજનીભાઇ પટેલે ‘ચાલો એક દિવસ પ્રકૃતિ ને સમર્પિત કરીએ’ અભિયાન અંતર્ગત ભારતનું પર્યાવરણ બચાવવા અને નદી, તળાવ – સરોવરને પુનઃજીવિત કરવા માટે અને પશુ-પક્ષીઓના રહેઠાણ માટે જરૂરી વૃક્ષનું મહત્વ સમજાવ્યું. કોલેજના આચાર્યશ્રી ગાયત્રીબેન બારોટ જણાવ્યું કે સરકારે જાહેર કરેલા રાષ્ટ્રગાન કાર્યક્રમમાં ભાગ લઈએ અને પ્રજાજનોને રાષ્ટ્રગાન માં જોડાવા પેરિત કરવા જણાવ્યું હતું. સરપંચશ્રીઓના સહયોગથી વડ, પીપળ જેવા દેશી કુળના વૃક્ષો વાવવાનું કામ પ્રારંભવામાં આવ્યું. એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલોપમેન્ટ ટ્રસ્ટનાં સહયોગથી સરપંચ શ્રી માર્ગદર્શન પ્રમાણે વડવાવવામાં આવ્યા. તેમજ દરેક ગામની શાળાના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે ગામના જરૂરીયાત મંદ લોકોને કપડાનું વિતરણ કરવામાં આવ્યું. દરેક ગામમાં સમૂહમાં રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. સરપંચશ્રીઓનો, કૉલેજના સ્ટાફ મિત્રો , ગામજનો અને કૉલેજની સ્વયં સેવિકા બહેનોનો પ્રોગ્રામ ઓફિસર શ્રી નરેન્દ્ર પ્રજાપતિ આભાર માને છે.
તારીખ 13/08/2021 ની બદલપુરા ગામનાં સરપંચશ્રીના નિવાસસ્થાને મળેલ રાત્રી બેઠક દરમ્યાન ડૉ.તુષારભાઇ પંડ્યા અને નરેન્દ્ર પ્રજાપતિ દ્વારા બદલપુરા ગામની દીકરીઓ કે જે આખજ અને લાંઘણજ હાઈસ્કૂલ માં ઉચ્ચતર માધ્યમિક માં અભ્યાસ કરી રહેલ છે તેઓ ને ગોઝારીયા કોલેજમાં પ્રવેશ મેળવવા ની ટહેલ નાંખવામાં આવી. રાષ્ટ્રીય સેવા યોજના એકમ ની કોલેજ પ્રવૃત્તિઓથી પ્રત્યક્ષ માહિતગાર થયેલા સરપંચશ્રીએ આ બાબતે ઘટતું કરવાની હૈયાધારણા આપી હતી.