તા.08-09-2018 શનિવારના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંકલ્પ તથા શાળા સ્વચ્છતા કામગીરી યોજવામાં આવી.
પ્રાર્થનહોલમાં શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ રોહિત સાહેબે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંતર્ગત સંકલ્પ લેવડાવ્યા.અને શાળા સ્વચ્છતા અંતર્ગત વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી માહિતી સાથે માસ્ટર પ્લાન રજૂ કર્યો હતો. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને યાદ કરી સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી.