તા. 10મી ઓગસ્ટ 2018 ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવના ઉપક્રમે નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજ, ગોઝારિયા અને ગુજરાતી વિભાગ દ્વારા સાહિત્ય સર્જક પીતાંબર પટેલના જન્મ શતાબ્દિ નિમિત્તે લેખન-કૌશલ્યનું આયોજન કરાયું.
આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના પ્રોફે. ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલાએ સર્જકની સાહિત્ય પ્રતિભા અને ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીવનઝરમર વિશે પરિચય આપ્યો. કૉલેજના પ્રિ ડૉ. ગાયત્રીબેન બારોટે સર્જકની ભૂમિકા બાંધી આપી. સાથે સાથે લેખન-કૌશલ્ય જેમાં અરજી લેખન અને પત્ર લેખનના આયોજનમાં કૉલેજની 52 વિદ્યાર્થિની બહેનોએ રસપૂર્વક ભાગ લીધો.