ગોઝારીયા આઈ.ટી.આઈ. ના સિનિયર ઈન્સ્ટ્રકટર શ્રી એસ.કે.પટેલ સાહેબ તથા ફિટર વિભાગના ઈન્સ્ટ્રકટર સાહેબશ્રીના માર્ગદર્શન નીચે ફિટર ના 26 તાલીમાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે ઓર્લીકોન- ગ્રાઝીયનો ટ્રાનસમિસન લી. ખાતે રૂબરૂ લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કસન,ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તથા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે સાણંદ જી.આઈ.ડી.સી ખાતે હાજર રહયા. શ્રી એસ.કે.પટેલ સાહેબે જી.આઈ. ડી.સી ના જુદા જુદા વિભાગોમાં તાલીમાર્થીઓને મુલાકાત કરાવી બદલાતી ટેકનોલોજી – નવી મશીનરી તથા તેની ઉપયોગીતાથી માહિતગાર કરાવ્યા.
આનંદની વાત એ છે કે સદર કેમ્પસ ઈન્ટરવ્યુ દરમ્યાન 22 તાલીમાર્થીઓ પ્રાઇમરી સિલેકશન માં સફળ રહયા છે અને ગોઝારીયા આઈ.ટી.આઈ નું ગૌરવ વધારેલ છે.
સદર મુલાકાતની ગોઠવણી તથા આયોજનની રૂપરેખામાં આઈ.ટી.આઈ ના ઉત્સાહી અધિક્ષક શ્રી વિનોદભાઈ પટેલ સાહેબનું સતત માર્ગદર્શન મળેલ છે જેના કારણે સાણંદ જી.આઈ.ડી.સી મુલાકાત ખૂબજ સફળ રહી છે.