આજ તા.૨૯/૧૧/૧૮ ના રોજ આઈ.ટી.આઈ. ગોઝારીયા ના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબ ધ્વારા ગાંધીનગર ખાતે આવેલ હાયરલ હિટાચી પાવર ઈલેક્ટ્રોનિક્સ કંપની મા હાલ એપરેન્ટીશ તાલીમ તેમજ કાયમી રોજગારી મેળવી રહેલા ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તમામ તાલીમાર્થીઓ ની મુલાકાત કરવામાં આવી વર્ષ -૨૦૧૮ ના સેશન માટે ગઈસાલ કંપનીએ ગોઝારીયા આઈ.ટી.આઈ. ના કુલ ૨૧ તાલીમાર્થીઓ ની એપરેન્ટીશ તરીકે પસંદગી કરી હતી જેમાં સંસ્થાના ફીટર ,ઈલેકટ્રોનિક્સ,વાયરમેન,અને કોપા ટ્રેડ ના તાલીમાર્થી હતા છેલ્લા ઘણા વર્ષોથી કંપની માત્ર ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તાલીમાર્થીઓ ની પસંદગી કરે છે ગોઝારીયા આઈ.ટી.આઈ. ની તાલીમ ગુણવત્તા ના કારણે કંપની મેનેજમેન્ટે વર્ષ -૨૦૧૯ ના સેશન માટે ની તમામ-૩૦ બેઠકો ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તાલીમાર્થીઓ થી ભરવાનો નિર્ણય કરેલ છે જે ખૂબ ગર્વ ની વાત છે જે માટે શ્રી એસ.કે.પટેલ સાહેબે સમગ્ર ગોઝારીયા કેળવણી મંડળ વતી થી સમગ્ર મેનેજમેન્ટ નો આભાર માન્યો અને અષ્ટ દશાબ્દી મહોત્સવ મા તમામ તાલીમાર્થીઓ ને તથા મેનેજમેન્ટ ને પધારવા આમંત્રણ આપ્યું .