ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોષી નો જન્મ 21 જુલાઈ 1911 ના રોજ
બામણા, સાબરકાંઠા, ગુજરાત
માં થયો. આજ રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોઝારીયા ખાતે તેમની 108 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી ગાયત્રીબેન બારોટે શ્રી ઉમાશંકર જોશીનો પરિચય આપ્યો.
ગુજરાતી વિષયના પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રપ્રસાદ વાઘેલા સાહેબે ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં ઉમદા પ્રદાન માટે શ્રી ઉમાશંકર જોશીને મળેલા
- રણજિતરામ સુવર્ણચંદ્રક(૧૯૩૯)
- નર્મદ સુવર્ણ ચંદ્રક (૧૯૪૩)
- ઉમા-સ્નેહરશ્મિ પુરસ્કાર (૧૯૬૩-૬૪-૬૫)
- જ્ઞાનપીઠ પુરસ્કાર (૧૯૬૭)
- સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૭૩)
વિશે કોલેજની વિદ્યાર્થીનીઓને જાણકારી આપી.