નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા ના અંગ્રેજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ના ભાગરૂપે એક પખવાડિયું ધોરણ 12 માં માત્ર અંગ્રેજી વિષય માં પરીક્ષા માં અસફળ રહેલા અને સોમવારે તારીખ 9 જુલાઈ ના રોજ એક વિષય ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીની ઓ માટે પરીક્ષાલક્ષી નમુનારૂપ પ્રશ્નપત્રો નો મહાવરો કરાવવા નો કાર્યક્રમ આજ રોજ સંપન્ન થયો. પ્રસ્તુત કાર્યક્રમ અંતર્ગત કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ની ત્રણ વિદ્યાર્થીની ઓ એ અથ થી ઇતિ સુધી રસપૂર્વક ભાગ લીધો હતો. કોલીજ ના અંગ્રેજી ના પ્રો. તુષાર પંડ્યા એ અધ્યયન કરાવેલ હતું તથા વિભાગના અધ્યક્ષ પ્રો. તરુણભાઈ રાવલે પણ પોતાનો વિદ્યાર્થીલક્ષી અનુભવ રજૂ કર્યો હતો.