શ્રી ગોઝારીયા કેળવણી મંડળ ના અષ્ટદશાબ્દિ મહોત્સવ નિમિત્તે કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું.
તારીખ 16/07/2018 ને સોમવાર ના રોજ નીમા ગલ્સૅ આર્ટસ કૉલૅજ ગોઝારીયા દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મૌન રેલી અને ગ્રામ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કૉલૅજની 130 જેટલી વિદ્યાર્થિની – બહેનો તથા કૉલૅજ નો સમગ્ર સ્ટાફ જોડાયો. કૉલૅજ ના આચાર્ય શ્રી દ્વારા લીલીઝંડી અપાયા બાદ રેલીએ પ્રસ્થાન કર્યું. આ રેલીમાં વિદ્યાર્થિની – બહેનોએ ગ્લૉઝ અને માસ્કનો ઉપયોગ કરી જનતાને મુક/સાંકેતિક સંદેશો આપ્યો હતો કે પરિસ્થિતિ પ્રમાણે ગ્લૉઝ અને માસ્કનો ઉપયોગ કરવો. તથા પ્લાસ્ટિક અને ઝભલા થેલી નો ઉપયોગ ટાળવો. રેલીના અંતે વિદ્યાર્થિની બહેનોએ પોતાના હકારાત્મક અભિપ્રાય આપ્યા.