નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને ગર્લ્સ હાઇસ્કુલની ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડૉ. સોમાભાઈ પટેલે ‘કારકિર્દી સજ્જતા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ’ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું. તેમજ ડૉ. તુષાર પંડ્યાએ ‘કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષે રસપ્રદ રીતે માહિતગાર કર્યા. કોલેજના વડા ડૉ. ગાયત્રીબેન બારોટે મહેમનોનો સ્વાગત પરિચય કરાવ્યો. સાથે સાથે શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતા અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કારકિર્દી ધરાવનાર શ્રી મુકેશભાઈ લીંબચીયા (આચાર્યશ્રી, ગર્લ્સ હાઈસ્કૂલ-ગોઝારિયા)નું કોલેજ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું. કેમ્પસ ડાયરેક્ટરશ્રી નિરુભાઈ પટેલ તેમજ આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિએ આ પ્રોગ્રામને બળ પૂરું પાડ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. તરુણ રાવલે અને આભારદર્શન ડૉ. વિમળા બેન ચૌહાણે કર્યું હતું.
