નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા NAAC ની સજ્જતા સંદર્ભે તા.5/3/2019 ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વિષય તજજ્ઞ તરીકે ડો. નરેશ ચૌધરી (સમાજશાસ્ત્ર વિભાગ, ગવર્મેન્ટ કોલેજ, ગાંધીનગર) સાહેબે NAAC ના વિવિધ વિભાગોની પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક માહિતી પૂરી પાડી હતી. મૂલ્યાંકન વખતે ભૌતિક સગવડો, સંશોધન, અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓ જેવી બાબતો પર ભાર મુકવામાં આવે છે. અધ્યાપકો કોલેજના ઉત્તમ દેખાવ માટેની બાબતોથી માહિતીગાર બન્યા હતા.