આદરણીય વતનબંધુઓ તથા બહેનો,
આપણી માતૃશિક્ષણ સંસ્થા શ્રી ગોઝારીય કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના નવનિર્માણ અને પુન:પ્રાણપ્રતિષ્ઠાના ઉમદા હેતુથી તા ૨૯,૩૦અને૩૧ ડિસેમ્બર દરમિયાન અષ્ટદશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.સૌ શુભેચ્છકો,દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહયોગ અને સદ્ભાવ મળી રહ્યો છે તે બદલ આભારની લાગણી અનુભવું છુ.મહોત્સવની સફળતા માટે આગામી તા:૩૦:૯:૧૮ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે હીરામણી સંકુલ,એસ.જી.હાઈવે,અમદાવાદ ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનુ સ્નેહમિલન રાખેલ છે.જેમાં જે પૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેવાની અનુકૂળતા હોય તેમણે નિયત પ્રતિનિધીઓને પોતાની હા અંગેની માત્રનોંધ કરાવવી જેથી આયોજકોને સરળતા રહે તેમજ આપની સૌની સગવડ પણ સચવાય.જો આપની મુસાફરી માટે આપના પરિવારમાંથી કોઇ સાથીદાર પણ આવવાના હોય તો ભલે પધારો પણ તે અંગે સંખ્યાની પણ નોંધ કરાવવા વિનંતી.
