રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી
તારીખ:30/10/2018….
નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી
31 ઓક્ટોબર સરદાર જયંતિ ઉજવવાના સરકારશ્રીના નિર્ણયના અનુસંધાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ.સત્યમ્ પ્રસાદે કૉલેજના તમામ કર્મચારીઓ- વિદ્યાર્થી બહેનોને રાષ્ટ્રીય એકતા માટેના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે વડા શ્રી ડૉ. ગાયત્રીબેન બારોટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વના વિવિધ પ્રસંગોને યાદ કરાયા હતા.