શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કુલ અને શ્રીમતી એ એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કુલ ગોજારીયા શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો નિયામક, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. શાળામાં શિક્ષણ સાથે બાળકમાં મુલ્યો સાથે તેનો નૈસર્ગિક રીતે સર્વાંગી વિકાસ થાય અને એક સારા નાગરિક તરીકે જવાબદાર બને તે માટે શાળા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ અને કાર્યક્રમો શરુ કરવામાં આવે છે.
હાલ વરસાદી સીઝનમાં બગીચો સોળે કલાએ ખીલી ઉઠે તે માટે નિયામક શ્રી એન.કે.પટેલ,આચાર્યશ્રી એમ.એમ.પટેલ વ્યક્તિગત રસ લઈ બગીચાની સંભાળ તથા શાળા કેમ્પસમાં રહેલ વૃક્ષો ના જતન તથા માવજત માટે સુંદર આયોજન કરેલ છે. વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબ અન્ય શિક્ષકો તથા સેવક મિત્રોના સથવારે શાળાનો બગીચો તથા વૃક્ષો સોળે કળાએ ખીલી ઉઠે તે માટે પાણી વિતરણ, ખાતર તથા દવા છંટકાવમાં સતત વ્યસ્ત જોવા મળે છે. નિયામકશ્રી, આચાર્યશ્રી તથા મિત્રોની મહેનતને કારણે સમગ્ર કેમ્પસમાં છોડ – વૃક્ષોના કારણે આંખોને આનંદ મળે તેવી લીલોતરી જોવા મળી રહી છે. કામમાં મગ્ન એવા વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈની એક ઝલક કેમેરાના લેન્સમાં કંડારાયેલી નજરે પડી રહી છે ….