શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી મતી મધુબેન ખોડાભાઈ પટેલ હાઇસ્કૂલ અને શ્રી મતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી ખોડાભાઈ કાળીદાસ પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ મા ધોરણ ૧૦ ના બાળકોનો નો શુભેચ્છા સમારંભ તથા ધોરણ ૧૨ ના બાળકોનો વિદાય સમારોહ અને નીમાં ગર્લ્સ આર્ટસ કોલેજ ની ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થિનીઓની વિદાય તથા વયનિવૃત થતાં કર્મયોગી ઓનો વિદાય સમારોહ તારીખ ૨૭/૨/૨૦૧૯ ના બુધવાર ના રોજ સવારે ૯:૩૦ કલાકે મફતલાલ મુખી પ્રાર્થના હોલ માં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ સમારોહ ના પ્રમુખ સ્થાને શ્રી પ્રવીણભાઈ જીવણભાઈ ચૌધરી ( સમૌ) જેઓએ રૂપિયા ૭૧૦૦૦/- નું દાન આપ્યું તેમજ મુખ્ય મહેમાન તરીકે ડો.ભરતભાઈ પટેલ (ભુ.પુ.અધ્યાપક નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ )જેઓ ભોજન દાતા હતા, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી સંજય – તુલાના (ગ્રામ ભારતી ) વક્તવ્ય થી અદ્ભૂત રસતરબોળ કર્યા .
આજના આ શુભ મંગલ કારી દિવસે સંસ્થાના વડાશ્રીઓ તેમજ ગોઝારીયા કેળવણી મંડળના વડીલ શ્રીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં અભૂતપૂર્વ સહયોગ મળી રહ્યો.
વયનિવૃત થતાં કર્મચારીઓ એવા શ્રી ભાણાભાઈ કાનાભાઈ પરમાર ( શ્રી એમ કે.પટેલ હાઇસ્કૂલ તથા શ્રી એ.એસ
જે.પટેલ હા.સે
સ્કૂલ ) ૩૧૦૦૦/-, તેમજ શ્રી હસમુખભાઈ પ્રહલાદભાઈ પટેલ (શ્રી કે .કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ) તરફથી ૧૧૦૦૦/- ની રકમ નું માતબર દાન પ્રાપ્ત થયું તેમજ સમગ્ર કેળવણી મંડળ અને શાળા પરિવાર તથા કોલેજ પરિવાર ના દીકરા અને દીકરીઓએ ખુબ જ આનંદ થી પ્રસંગને માણ્યો.
સમગ્ર કાર્યક્રમ દરમ્યાનશ્રી કે. ડી.પટેલ સર,શ્રી ઈશ્વરભાઈ .પી. પટેલ સર અને નિયામક શ્રી નિરુભાઈ પટેલ સાહેબ ,જયંતીભાઈ .એન.પટેલ સાહેબ ,
તેમજ અશોકભાઈ જી. પટેલ સર,અને ડૉ ગાયત્રીબેન બારોટ ,શ્રી મુકેશભાઈ ચૌધરી , શ્રી મુકેશભાઈ લીંબાચિયા ,શ્રી નાગપરા સાહેબ અને આમંત્રિત સમગ્ર મહેમાન શ્રી ઓ દ્વારા આ પ્રસંગ ને ખુબ જ મહત્વપૂર્ણ બનાવી અને વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ ના ભવિષ્ય ને અર્પણ કરી ને દિવ્યતા અર્પવાનું કાર્ય કર્યું હતું.
અંતમાં આ સમગ્ર કાર્યક્રમનું આભાર દર્શન શ્રી મુકેશભાઈ લિંબાચિયા તથા સભા સંચાલન માટે શ્રી ચિરાગભાઈ પટેલ શિક્ષકશ્રી કે
કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ અને અન્ય સર્વે પ્રત્યક્ષ અને પરોક્ષ તમામ નો આભાર વ્યક્ત કરી ડૉ.ભરતભાઈ સાહેબ દ્વારા આયોજિત ભોજન સંભારંભ મા જોડાયા હતા . સમગ્ર કાર્યક્રમ જાણે કે ભૂતકાળના સંસ્મરણોની યાદ તાજી કરાવતું હોય એમ પ્રતીત થતું હતું.
આજના આ શુભ પ્રસંગે સમગ્ર ગોઝારીયા કેળવણી મંડળ પરિવાર સર્વે નો હ્રદય થી આભાર વ્યક્ત કરી શુભાસિષ પાઠવે છે .