આજ રોજ ૧૫ મી ઓગષ્ટ ને ૭૫ માં સ્વાતંત્ર દિને શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઇન એઇડ)તેમજ શ્રી બી.કે.એન્ડ જી.કે.પટેલ સેલ્ફ ફાયનાન્સ આઈ.ટી.આઈ.,ગોઝારીયા નો સંયુક્ત વૃક્ષા રોપણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.જેમાં શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઇન એઇડ) ખાતે નવીન નિયુક્તિ પામેલ સ્ટાફ પરિવાર ના સદસ્યો
(૧) શ્રી ડી.ડી.પટેલ -સિનિયર ક્લાર્ક
(૨)શ્રી એન.બી.પટેલ-ક્રા. ઇ.ફિટર
(૩)શ્રી વાય.એન.પટેલ-ક્રા. ઇ.ફિટર
(૪)શ્રી એમ.એસ.પટેલ -ક્રા. ઇ.વાયરમેન
ના સૌજન્યથી અને તેઓશ્રીઓના વરદ હસ્તે નવીન છોડવાઓ નું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું અને નવીન નિયુક્તિ પામેલ સ્ટાફના સદર સંસ્થા ખાતેના સેવાકાળ દરમ્યાન રોપેલ છોડવાઓનું જતન કરવાની જવાબદારી પણ તેઓશ્રીઓને સોંપવામાં આવી.
વૃક્ષા રોપણ ના આજના કાર્યક્રમમાં સમગ્ર આઈ.ટી.આઈ. સ્ટાફ પરિવાર પણ સહભાગી બન્યો.





