સમગ્ર ભારત દેશમાં કાર્યરત આઈ.ટી.આઈ માં ઉપલબ્ધ સુવિધાઓ , તાલીમી માળખું , તાલીમી ગુણવત્તા અને પાસ આઉટ તાલીમાર્થીઓના જોબ પ્લેસમેન્ટ અને સંસ્થાના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન આધારિત વિવિધ પાસાઓના અભ્યાસ અને સર્વે આધારિત ગ્રેડીગ ભારત સરકારના MSDE મંત્રાલય દ્વારા વર્લ્ડ બેંક ના વોકેશનલ ટ્રેનીગ ઈમ્પ્રુવમેંટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો.
ગુજરાત રાજ્યની તમામ ITI નું ફાઈનલ ગ્રેડીગ લિસ્ટ તા. ૦૧/૦૮/૨૦૧૮ ના રોજ ભારત સરકારના MSDE મંત્રાલય દ્વારા – ન્યુ દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવ્યું. જેમાં સૌથી આનંદના સમાચાર આપણા સૌ ના માટે છે કે ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી.આર.વી.રાવલ આઈ.ટી.આઈ – ગોઝારિયાને ઓવર ઓલ ૨.૭૯ ગ્રેડ મળે છે. આપણી આઈ.ટી.આઈ સમગ્ર ગુજરાતની આઈ.ટી.આઈ માં ૩૪ મો નંબર અને GIA/SF આઈ.ટી.આઈ માં ૮ મો નંબર પ્રાપ્ત કરે છે. એટલે કે GIA/SF આઈ.ટી.આઈની કેટેગરીમાં આપણી ITI ટોપ ૧૦ માં સ્થાન પ્રાપ્ત કરે છે. અને થ્રી સ્ટાર રેટીગ પ્રાપ્ત કરે છે જે ગોઝારિયા કેળવણી મંડળ તથા સમગ્ર ગામ માટે ગર્વની બાબત છે.