આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓએ “ગાંધીના સ્વપ્નનું સ્વચ્છ ગુજરાત” અને “ટેકનિકલ યુગમાં રોજગારીની તકો” વિષય પર પોતાના મૌલિક વિચારોને કલમ વડે કાગળ પર રજૂ કર્યા. નિબંધ સ્પર્ધાનું આયોજન , પરીક્ષણ ની કામગીરી શાળાના સિનિયર ભાષા શિક્ષક શ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબે સાંભળી.