પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં આજ રોજ ઈકોક્લબની રચના કરવામાં આવી.શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી તથા ઈકોક્લબના કન્વીનતર શ્રી ભાણાભાઈ સાહેબે વિદ્યાર્થીઓને ઈકોક્લબની કામગીરી થી માહિતગાર કર્યો. શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ એ ઈકોક્લબની નીચેની પ્રવૃતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.
- ધન કચરાનો નિકાલ.
- પ્રદૂષણ અટકાવવામાં મદદગારી.
- પાણીની અછત નિવારણની કામગીરી.
- નાગરિક સુવિધાઓમાં મદદગારી.
- સ્કુલ, ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ.
- પાણીનો બગાડ અટકાવવાની જાગૃતિ.
- જાહેર બાગ – બગીચાની જાળવણી.
- લોકોમાં પર્યાવરણની સુધારણાનો મૈત્રીભર્યો અભિગમ અને વલણ તથા અભિરૂચિ કેળવવી.
- જમીન અને ભેજ સંરક્ષણ અંગેની જાગૃતિ કેળવવી.
- ઇકો કલબ અંતર્ગત શાળાકીય પ્રવૃતિઓ
- સ્વસ્થ જમીનની રચના.
- શાળા ઔષધબાગની રચના કરવી.