શાળામાં હરિયાળી વધે, પ્રદુષણ દુર થાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા ઉમદા હેતુથી આજ તા.21/7/2018 ના શનિવારના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ ગોઝારીયામાં કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ,શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબે વિદ્યાર્થીઓને છોડનું મહત્વ સમજાવ્યું હતું. ઈકો ક્લબના ઈન્ચાર્જ અને વૃક્ષપ્રેમી શ્રી ભાણાભાઈ સાહેબે તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને છોડમાં રણછોડ તથા વૃક્ષ આપણું મિત્ર હોઈ યોગ્ય રીતે તેનું જતન કરવાની સમજ આપી હતી. શ્રી મહેશભાઈ સાહેબ , શ્રી ભરતભાઈ સાહેબે હાજર રહી સુચારૂ વ્યવસ્થા ગોઠવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો.