એક દીવો દેશના શહીદને નામ
“પુલવામા શહીદ દિન ઉજવણી”
આજ રોજ શાળાના પ્રાર્થના હૉલમાં ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતીપોરામાં ભારત માતાની રક્ષા કાજે જાનનું બલિદાન આપનાર શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગોઝારિયા ગામના આર્મીમાંથી સેવા નિવૃત થયેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી સંજયકુમાર નટવરભાઈ સથવારા, શ્રી સુરેશભાઈ રેવાભાઈ પટેલ અને શ્રી મહેન્દ્રકુમાર નાથાભાઈ પટેલનું શાલ અને ફૂલહારથી કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ તથા આચાર્યશ્રી એમ.એમ.પટેલ અને સી.આર.સી શ્રી ચૌધરી સાહેબે સ્વાગત સન્માન કર્યુ. મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રગટાવી તો શાળાના વિદ્યાર્થીઓએ સલામી દ્વારા પુલવામા શહીદોને શ્રધ્ધાંજલી અર્પી હતી.
કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ સાહેબે પોતાના વક્તવ્યમાં ઠંડી, ગરમી અને વરસાદની વિષમ પરિસ્થિતિમાં દેશની સરહદોની તથા દેશની આંતરિક સુરક્ષાની રક્ષણ કરતા અને દેશ કાજે જાનનું બલિદાન આપનાર જવાનોને યાદ કરી ભાવુક હદયે શ્રધ્ધાંજલી અર્પી હતી.
શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે પોતાના વક્તવોમાં ભારત ચીનના યુધ્ધ વખતની તાસીર રજૂ કરી હતી. દેશ માટે શહીદ થયેલા પુલવામાના સૈનિકોની વિજયગાથા સંગીતના તાલે રજૂ કરી હતી.
દેશના રક્ષણ માટે તેમના જીવનનું બલિદાન કર્યું છે તેવા હિંમતવાન અને બહાદુર ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ અને સલામ આપવાની ઉજવણીમાં છેલ્લે શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષક્શ્રીઓ મૌન પાળી છૂટા પડ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી જીતુભાઈ એ.પટેલે કર્યુ હતુ.
અહેવાલ લેખન : શ્રી જીતુભાઈ એ.પટેલ