શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સ્નેહમિલન યોજાયું.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહેત્સવ ૨૦૧૮ અંતર્ગત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તારીખ ૨૯/૦૭/૨૦૧૮ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે શાળા ના પ્રાંગણ મા કરવામાં આવ્યું હતું જેમાં મહોત્સવ અંગે શ્રી જયંતીભાઈ એન. પટેલ સાહેબે વિગતે માહિતી આપી હતી જેમાં સાહેબે દિકરીઓને મહોત્સવના કાર્યક્રમો મા સમય દાન આપે અને સંસ્થા માટે હકારાત્મક વલણ ની પ્રવત્તિ કરે એ અંગે સમજ આપી હતી.તેમજ નિયામક શ્રી નિરુભાઈ પટેલ સાહેબે વિદ્યાર્થીનીઓ ને સ્પર્ધાત્મક પરિક્ષા માટે વર્ગો શરૂ કરવા માટે જણાવ્યું તેમજ આચાર્ય શ્રી મુકેશભાઈ લિંબાચિયા એ જૂના સંસ્મરણો ને યાદ કર્યા હતા તેમજ આ કાર્યક્રમ મા ૭૫ વિદ્યાર્થીનીઓ એ ઉત્સાહ પૂર્વક હાજર રહી પ્રસંગ ને યાદગાર બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષકશ્રી ચિરાગભાઈ પટેલે કર્યું હતું. શાળા પરિવાર માંથી શ્રી ગણેશભાઈ .શ્રી કિર્તીભાઇ પણ ઉપસ્થિત રહ્યા હતા.