આજ રોજ શાળાની 100 વિદ્યાર્થીનીઓ દ્વારા ગણપત યુનિવર્સિટી ની મુલાકાત લેવામાં આવી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઇ લીંબાચિયા સાહેબના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા સવારે 10.45 કલાકે પ્રભુમય પ્રાર્થના બાદ શાળામાંથી બાળાઓ બે બસમાં ગણપત યુનિવર્સિટીની મુલાકાત માટે આનંદ ઉલ્લાસ સાથે રવાના થઈ.
ગણપત યુનિવર્સિટી ખાતે કેળવણી મંડળના કા.સભ્ય અને યુનિવર્સિટી ના પ્રોફેસર શ્રી પ્રકાશભાઈ સાહેબ તથા તેમના સ્ટાફ દ્વારા ઉષ્માભર્યો આવકાર મળ્યો. ત્યાં સુંદર મજાની બેઠક ઓડિટોરીયમમાં યોજાઈ. જેમાં યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો તેમજ 21 મી સદી મા સફળ કારકીર્દી માટે વિવિધ તજજ્ઞો દ્વારા ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું. યુનિવર્સિટી માં વિવિધ ભવનો – મારૂતિ સુઝીકી પ્લાન્ટ તેમજ ટેકનિકલ વિશાળ પ્રયોગશાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓએ ધન્યતા અનુભવી. બપોરે યુનિવર્સિટી દ્વારા બાળાઓને સુંદર પોષ્ટીક સમતોલ આહાર આપવામાં આવ્યો.
એકંદરે યુનિવર્સિટીની મુલાકાત દ્વારા શાળાની બાળાઓને નવું જાણવા શીખવા મળ્યું. આજની યુનિવર્સિટીની મુલાકાત લાંબા સમય સુધી બાળાઓને યાદ રહેશે.
બાળાઓની સફળ મુલાકાત માટે શાળાના આચાર્યશ્રી તથા સારસ્વત મિત્રોએ યુનિવર્સિટીના પદાધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો.