આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ પટેલ,મુખ્ય મહેમાનશ્રી પટેલ જગદીશભાઈ અમૃતભાઈ ,અતિથી વિશેષશ્રી પટેલ અંબાલાલ જીવાભાઈ, પટેલ હિતેન્દ્રભાઈ રમેશભાઈ, પટેલ અલ્પેશકુમાર વિક્રમભાઈ, ગો.કે.મંડળના ટ્ર્સ્ટી તથા અષ્ટદશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી જે.એન.પટેલ , ગો.કે.મં ના કારોબારી સભ્ય અને અષ્ટદશાબ્દી મહોત્સવ ભૂતપૂર્વ વિદ્યાર્થી કન્વીનર શ્રી અશોકભાઈ ગીરધરદાસ પટેલ તથા ગો. કે. મં ના સર્વ હોદેદારોશ્રીઓની હાજરીમાં કાર્યક્રમની સુંદર શરૂઆત મા સરસ્વતીની “યા કુન્દે…… પ્રાર્થના અને શ્લોકગાન દ્વારા થઈ.
સમારંભના પ્રમુખશ્રી પ્રો. શ્રી મનુભાઈ અંબાલાલ પટેલનું શાલ અને બુકેથી સ્વાગત ગોઝારિયા કેળવણી મંડળના નિયામક શ્રી નિરૂભાઈ કે.પટેલ દ્વારા થયું. મુખ્ય મહેમાનશ્રી અને અતિથી વિશેષશ્રીઓનું શાલ અને બુકેથી સન્માન દરેક સંસ્થાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું.
ખૂબજ સુંદર સુશોભિત મંડપમાં શાળાના ૩૫૦ વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાની પૂજા કરી આરતી ઉતારી. વિદ્યાર્થી દ્વારા પોતાના માતા-પિતાની આરતી વંદના દરમ્યાન માતા-પિતા અને બાળકો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા. જે જીવનભરનું સંભારણું બની રહેશે.
ગોઝારિયા કેળવણી મંડળના સર્વ હોદ્દેદારશ્રીઓના સુંદર આયોજનની કારણે આજનો આ કાર્યક્રમ ખૂબજ સફળ રહ્યો. કાર્યક્રમને અંતે સૌ વિદ્યાર્થીઓ- વાલીગણ તથા સર્વ શૈક્ષણિક સ્ટાફને મહાપ્રસાદ આપવામાં આવ્યો.