શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ નો બ્લીસ વોટરપાર્ક મા એક દિવસીય પ્રવાસ નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું . જ્યાં બાળકોએ વિવિધ રાઇડ નો આનંદ માણ્યો હતો આ સમગ્ર આયોજન શાળા ની મહિલા શિક્ષિકા બહેનો શ્રી રેખાબેન ,શ્રી સંગીતા બેન ,શ્રી નયનાબેન દ્વારા થયું જેનું સંપૂર્ણ માર્ગદર્શન નિયામક શ્રી નીરુભાઈ કે. પટેલ સાહેબે પૂરું પાડ્યું હતું. અને શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ સાહેબે પણ ઉત્સાહ વધાર્યો હતો. ટીમ લીડર તરીકે શ્રી ચિરાગભાઈ અને શ્રી અલ્પેશભાઈ સાહેબે વિદ્યાર્થીઓને ગાઈડ કર્યાં હતાં. શાળા પરિવાર નિયામકશ્રી સાહેબ નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.