આજ તા.6/9/2018 ના રોજ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. જેમાં મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ રમણલાલ શાહ સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે વાત કરી. ઉદ્દઘાટક શ્રી દિલીપભાઈ રણછોડભાઈ ગજ્જર સાહેબના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું.
વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બળકોએ 75 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.દાતાશ્રીઓ પ્રાર્થના અને સ્વાગતગીતની બાળાઓને ઈનામથી પ્રોત્સાહિત કરી હતી.એકંદરે સમગ્ર કાર્યક્રમ ખૂબજ સફળ રહ્યો.