વિદ્યાર્થીઓ નવું નવું શીખવામાં તેમજ નવું નવુ કરવામાં ઉત્સુક હોય છે. તેમની આજ ઉત્સુકતાને ધ્યાને લઈ તેઓની કલ્પનાશક્તિની ખીલાવટમાં વધારો થાય, સમૂહમાં કામ કરવાની ભાવના વિકસે, એકાગ્રતા વધે તેમજ તેઓની અંદર રહેલી કલાને અવકાશ મળે.તેવા હેતુથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ કોર્નર શાળામાં શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત કેન્ડીની સળીઓમાંથી ફ્રેમ, પોટ,કિ-સ્ટેન્ટ જેવી ઘણી બધી વસ્તુઓ બનાવવી, પેપર ક્રાફટ, પ્લાસ્ટીકની નકામી બોટલોમાંથી સુંદર વસ્તુઓ બનાવવી, ગ્રીંટીંગ કાર્ડસ બનાવવા વગેરે જેવી બાબતો અંતર્ગત સુંદર નમૂના બનાવવામાં આવ્યા. જે અંતર્ગત આજ તા.03/10/2018 બુધવારના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં સર્જનાત્મક પ્રવૃત્તિ – વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 220 કૃતિઓ રજૂ કરવામાં આવી.જેમાંથી 90 કૃતિ શાળાના શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરી પસંદ કરવામાં આવી.
ગોઝારીયા કેળવણી મંડળના નિયામક શ્રી એન.કે.પટેલ ,હાઈસ્કુલના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી તથા પ્રાથમિકના આચાર્યશ્રી કેતનભાઈ પટેલ સાહેબોએ વિદ્યાર્થીઓની બધી જ કૃતિઓ નિહાળી અને આનંદ અનુભવ્યો.
શ્રી એન.કે.પટેલ સાહેબે કૃતિઓ તૈયાર કરનાર વિદ્યાર્થીઓ તથા તેમણે માર્ગદર્શન આપનાર બહેનોને અભિનંદન આપ્યા.
i