દરેક ક્ષેત્ર માં પરીક્ષા હાલ જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે.મોટા ભાગે જીવનના જુદા જુદા ક્ષેત્ર માં પ્રવેશ અને સફળતા મેળવવા જીવન માં ડગલે ને પગલે પરીક્ષા આપવીજ પડતી હોય છે.પરીક્ષા નો પ્રમાણસર હાવ-ડર હોય તે નરી વાસ્તવિકતા છે , અને આ હાવ ખરાબ પણ નથી. થોડા નર્વસ થતાં હોય અને તંદુરસ્ત હરીફાઈ ઘણી વખત આવડત અને કાર્યક્ષમતા મા સુધારો કરે છે જેને લીધે નિષ્ઠા પૂર્વક ના પ્રયત્નો મા વધારો કરીને વધારે સારો દેખાવ પરીક્ષામાં કરીજ શકાય છે.
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં પ્રથમ વાર્ષિક પરીક્ષા યોજાઈ રહી છે. શાળાના આ નાના ભૂલકાઓ પરિક્ષાને પર્વ માનીને આનંદ ઉલ્લાસ અને જોશ થી પરિક્ષા આપતા નજરે પડી રહયા છે.અને જીવનની સફળતાના પાયાના પગલાને ચૂમવા પરિશ્રમ કરી રહયા છે.