આજ રોજ તા. 12/02/2020 બુધવારના રોજ બાળકોમાં નફા નુકશાનની સમજ પડે તેમજ ગ્રાહક, બજાર, માલ, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, નુકશાનની સમજ પડે અને ભવિષ્યમાં કુશળ વેપારી બને તેવા શુભ આશિષથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળા નું આયોજન હાથ ધરાયું. આ આનંદ મેળાના આયોજનમાં ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓએે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા કુલ 9 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.આ સ્ટોલ પર અલગ અલગ વાનગીઓ મળે તે રીતના આયોજન કરવામાં આવ્યું હતું. કુલ્લે 9 વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આનંદ મેળામાં દરેક સ્ટોલના વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો, તેમજ આચાર્યશ્રી કેતનભાઈ પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.સેવક શ્રી અમૃતભાઈ દેસાઈ આનંદમેળો સફળ થાય તે માટે સતત દોડતી મુદ્રામાં જોવા મળ્યા.
આનંદ મેળાની શરૃઆત થતાં જ વિધ્યાર્થીઓ, કોલેજના પ્રાધ્યાપકશ્રી, હાઈસ્કૂલના શિક્ષકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહી આનંદ મેળાનો ભરપુર લાભ લીધો હતો. આ આનંદમેળા દ્વારા આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ પોતાની વિશેષતા અને સમજદારીનો ઉપયોગ કરીને ગ્રાહકોને આર્કિષત કરવા અને સફ્ળ ધંધાદારી કેવી રીતે બનાય એ વિશેનું સંપૂર્ણ જ્ઞાાન શાળા દ્વારા બાળકોને આપવામાં આવ્યું હતું. કેળવણી મંડળના નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબ તેમજ હાઈસ્કૂલના આચાર્યશ્રી એમ.એમ.પટેલ હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.