તા. 23/07/2018 ના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામના વિવિધ સ્થળો જેવાકે ગ્રામપંચાયત,હોસ્પિટલ,બેન્ક,પોસ્ટ ઓફિસ,મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત,બેન્ક,પોસ્ટઓફિસ તથા હોસ્પિટલના અધિકારીઓ,કર્મચારી ભાઈઓએ ખૂબજ સારી સગવડ પૂરી પાડી.તથા જે તે કચેરીની કામગીરીથી માહિતગાર કર્યા. ગ્રામપંચાયતની કામગીરી,બેન્ક ની કામગીરી ,લોકર સુવિદ્યા તથા તેની કામગીરીની ખૂબજ સારી માહિતી વિદ્યાર્થીઓએ મેળવી. શિક્ષિકા બહેનો તથા શાળાના આચાર્યશ્રી કેતનભાઈ પટેલ સાહેબે સમગ્ર મુલાકાત સફળ રહે તે માટે ખૂબ ઝીણાવતભર્યું આયોજન કર્યું.