શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો.

આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓને ધો.10 તથા 12 પછીના આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી કોર્ષ વિશેની સુંદર ઉપયોગી માહિતી શાળાના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી સાહેબે આપી હતી.

“આસોપાલવ”- વૃક્ષારોપણની કામગીરી શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કૂલમાં યોજાઈ

ગોઝારિયા કેળવણી મંડળ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ તથા શ્રી ભાણાભાઇ સાહેબ દ્વારા શાળાના પાછળના મેદાનમા વિધ્યાર્થીઓ સાથે રહી “આસોપાલવ”નુ વૃક્ષારોપણની કામગીરી તારીખ 19-09-2018ને બુધવારના રોજ કરવામા આવી…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી.

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ઉત્સવની ઊજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી શ્રી કેતનભાઈ પટેલ દ્વારા ગણેશજીની મહા પૂજા કરવામાં આવી હતી અને શાળામાં ધાર્મિક પ્રવુતિ…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” ની ઊજવણી કરવામાં આવી.

આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ”  શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ…

नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग ने १४ सितम्बर, २०१८ के रोज “हिंदी दिवस” के उपलक्ष्य में फिल्ड वर्क (मुलाकात) का आयोजन किया।

नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग ने १४ सितम्बर, २०१८ के रोज “हिंदी दिवस” के उपलक्ष्य में फिल्ड वर्क (मुलाकात) का आयोजन किया। डॉ. सोमाभाई पटेल ने राष्ट्र के विकास में हिंदी के योगदान से छात्रों को अवगत किया एवं विविध क्षेत्रों में प्रयुक्त प्रयोजनमूलक हिंदी के प्रयोग को रेलवे स्टेशन, पोस्ट आफिस…

શાળા બગીચાની સંભાળમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ – વ્યાયામ શિક્ષક તથા ગ્રંથપાલશ્રી

અમારી શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. શાળામાં શિક્ષણ સાથે બાળકમાં મુલ્યો સાથે તેનો નૈસર્ગિક રીતે સર્વાંગી વિકાસ થાય અને એક…

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ગોઝારીયા માં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત વ્યક્તિગત સફાઈ અને હેન્ડ વોશિંગ ના મહત્વ વિશે ચર્ચા સભા યોજાઈ.

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ગોઝારીયા માં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે વ્યક્તિગત સફાઈ અને હેન્ડ વોશિંગ ના મહત્વ વિશે ખૂબ જ વિગતવાર માહિતી શાળાની સમગ્ર વિદ્યાર્થિની અો ને આપવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર અને સ્વચ્છતા પખવાડીયા આયોજક શ્રી અલ્પેશભાઈ પટેલ ને ખૂબ ખુબ અભિનંદન.

ગોઝારીયા આઈ.ટી.આઈના ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને શીટ મેટલ વર્કર ટ્રેડ ના કુલ ૫૦ તાલીમાર્થીઓના ગાંધીનગર ખાતે કેમ્પસ ઈન્ટરવ્યું ગોઠવાયા.

ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાઈનલ પરીક્ષામાં બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને શીટ મેટલ વર્કર ટ્રેડ ના કુલ ૫૦ તાલીમાર્થીઓ માટે આજે તા.૧૧/૦૯/૧૮ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને મેસીબસ ઓટોમેશન-ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટેના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું બન્ને કંપની ખાતે લેખિત ટેસ્ટ તેમજ મૌખિક કસોટી લેવામાં…

શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શારિરીક સ્વચ્છતા જેવી કે વાળ,નખ ,કપડાની સ્વચ્છતા અંગેની માહિતી પ્રવીણભાઇ ઓઝા સાહેબ દ્વારા તથા સુકો કચરો અને ભીનો કચરો તથા કચરા પેટીના રંગ અંગેની માહિતી મહેશભાઇ રોહીત સાહેબ તથા મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા આપવામા આવી.

ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંકલ્પ તથા શાળા સ્વચ્છતા કામગીરી યોજાઈ.

તા.08-09-2018 શનિવારના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંકલ્પ તથા શાળા સ્વચ્છતા કામગીરી યોજવામાં આવી. પ્રાર્થનહોલમાં શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ રોહિત સાહેબે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંતર્ગત સંકલ્પ લેવડાવ્યા.અને શાળા સ્વચ્છતા અંતર્ગત વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી માહિતી સાથે માસ્ટર પ્લાન રજૂ કર્યો હતો. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને યાદ કરી સફાઈ ઝુંબેશ હાથ…