શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો આજ રોજ તા. ૨૧/૭/૨૦૧૮ શનિવાર ના શુભ દિને ગર્લ્સ હાઈસ્કૂલ પરિવાર દ્વારા ઇકો કલબ અંતર્ગત પ્રકૃતિ ની વૃધ્ધિ ના ભાગ તેમજ વધુ વૃક્ષો વાવી ભવિષ્ય ના જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો. જેમાં શાળાની વિદ્યાર્થીની ઓ અને શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ લીં બાચિયા તેમજ ઇકો ક્લબ…

નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા ના અંગ્રેજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ

નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા ના અંગ્રેજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ના ભાગરૂપે એક પખવાડિયું ધોરણ 12 માં માત્ર અંગ્રેજી વિષય માં પરીક્ષા માં અસફળ રહેલા અને સોમવારે તારીખ 9 જુલાઈ ના રોજ એક વિષય ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીની ઓ માટે પરીક્ષાલક્ષી નમુનારૂપ પ્રશ્નપત્રો નો મહાવરો કરાવવા નો કાર્યક્રમ આજ રોજ…

ગોઝારિયા કૉલેજમાં બેંક ઓફ બરોડા દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ગોઝારિયા કૉલેજમાં બેંક ઓફ બરોડા દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજાયો. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત બેંક ઓફ બરોડાના 111મા સ્થાપના દિન નિમિત્તે 20મી જુલાઈ, 2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કે. કે. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલની SSC,HSC અને નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની સેમ. 6 માં પ્રથમ,…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ ૧૧ જુલાઈ થી તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૮ દરમ્યાન નિબંધ, વકતૃત્વ, સુત્રો, ચિત્ર, વાદ-વિવાદ, પ્રદર્શન, આરોગ્ય નિદર્શન જી.સી.ઈ.આર.ટી ડી.વી.ડી પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો અને…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ – NSS અભિસ્થાપન કાર્યક્રમ

આજ રોજ તા. ૧૯/૦૭/૨૦૧૮ ના રોજ શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં ધોરણ – ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં એન.એસ.એસ અભિસ્થાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી પારસભાઈ ડબગર સાહેબે પ્રસંગોચિત પ્રવચન કર્યું. 

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ દ્વારા શાળામાં ઈકોક્લબની મિંટીંગ

પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં  આજ રોજ ઈકોક્લબની રચના કરવામાં આવી.શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી તથા ઈકોક્લબના કન્વીનતર શ્રી ભાણાભાઈ સાહેબે વિદ્યાર્થીઓને ઈકોક્લબની કામગીરી થી માહિતગાર કર્યો.  શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ એ ઈકોક્લબની નીચેની પ્રવૃતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા.   ધન કચરાનો નિકાલ. પ્રદૂષણ…

શાળા રિશેષ – ભોજન આસ્વાદનો આનંદ લેતી શાળાની વિદ્યાર્થીનીઓ

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ – ગોઝારિયામાં રિશેષ દરમ્યાન સમતોલ આહારનો આનંદ લઈ જઠારાગ્નિને સંતૃપ્ત કરતી શાળાની બાળાઓ નજરે પડી રહી છે.  

શેઠ શ્ર્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ ગોઝારિયા ખાતે પ્રથમ વર્ષ એડમિશન પ્રક્રિયા

શેઠ શ્ર્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ ગોઝારિયા ખાતે પ્રથમ વર્ષ એડમિશનની પ્રક્રિયામાં નવીન વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આઈ.ટી.આઈના અધિક્ષક શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ અને આઈ.ટી.આઈના ઈન્સ્ટ્રક્ટર સાહેબશ્રીઓ વિદ્યાર્થીઓને આવકારી ફોર્મ ભરવા જરૂરી સૂચનાઓ આપતા નજરે પડી રહ્યા છે.