હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં કવીઝ સ્પર્ધા યોજાઈ.

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ મા તારીખ 11/03/2019 ના રોજ ધોરણ નવ માટે ક્વિઝ સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમનુ સંચાલન શાળાની દિકરીઓ (1) પ્રજપતિ વૈશાલી અરવિંદભાઇ(2)પટેલ સોનુ રાકેશભાઈ(3) પટેલ આંચલ નરેશભાઇ(4) પટેલ ઉર્વી પરેશભાઈ દ્વારા કરવામા આવ્યુ હતુ. ક્વિઝ સ્પર્ધા મા ચાર ટીમો (1) ડો.અબ્દુલ કલામ(2)ડો.વિક્રમ સારાભાઇ(3) ડો.હોમીભાભા(4)ન્યૂટન હતી…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત NSS અને CWDC યુનિટ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન હાથ ધરાયું.

તા.08/03/2019 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત NSS અને CWDC યુનિટ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં CWDC કોઓર્ડીનેટર ડો. હર્ષાબેન પટેલે જાતીય શોષણ સામે પડકાર અને સ્વ બચાવની વાત કરી અને પ્રા. લલિતા બેને સ્ત્રી સશક્તિકરણ અને આર્થિક ઉપાર્જન માટેની સક્ષમતા વિષે વ્યાખ્યાન આપ્યું. જયારે NSS…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા NAAC ની સજ્જતા સંદર્ભે વર્કશોપનું આયોજન

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા NAAC ની સજ્જતા સંદર્ભે તા.5/3/2019 ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વિષય તજજ્ઞ તરીકે ડો. નરેશ ચૌધરી (સમાજશાસ્ત્ર વિભાગ, ગવર્મેન્ટ કોલેજ, ગાંધીનગર) સાહેબે NAAC ના વિવિધ વિભાગોની પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક માહિતી પૂરી પાડી હતી. મૂલ્યાંકન વખતે ભૌતિક સગવડો, સંશોધન, અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓ જેવી બાબતો પર ભાર મુકવામાં આવે છે. અધ્યાપકો…

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જાયન્ટસ ગૃપ ગોજારીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત સ્કૂલોમાં આજથી શરૂ થતી ધોરણ-10ની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ નું મોઢું મીઠું કરાવી ફુલ આપી જાયન્ટસ ગૃપ ગોજારીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ સારા માટે ઉત્તીર્ણ થાય અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .

શુભેચ્છા – વિદાય – સન્માન કાર્યક્રમ ઊજવણી

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી મતી મધુબેન ખોડાભાઈ પટેલ હાઇસ્કૂલ અને શ્રી મતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી ખોડાભાઈ કાળીદાસ પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ મા ધોરણ ૧૦ ના બાળકોનો નો શુભેચ્છા સમારંભ તથા ધોરણ ૧૨ ના બાળકોનો વિદાય સમારોહ અને નીમાં ગર્લ્સ આર્ટસ કોલેજ ની ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થિનીઓની વિદાય તથા…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા એક દિવસીય વર્કશોપ યોજાયો.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 22/02/2019 ના રોજ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં વિદ્યાર્થીનું સમગ્રલક્ષી ઘડતર થાય તે હેતુ વ્યક્તિત્વ વિકાસ, ટાઈમ મેનેજમેન્ટ, ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું ?, રિઝયુમ રાઇટિંગ,વ્યવસાયો, સરકારી યોજનાઓ જેવી બાબતોને વણી લેવામાં આવી. કાર્યશાળાના નિષ્ણાત તરીકે પ્રો. વિનય ત્રિવેદી તથા પ્રિયા મેડમે (આસી. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.21/02/2019 ના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાતીવિભાગાધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહે ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આચાર્યાશ્રી ડૉ. ગાયત્રીબેન બારોટે માતૃભાષા થકી વિકાસની સરળતા સમજાવી અને અધ્યક્ષસ્થાનેથી શ્રી મુકેશભાઈ ચૌધરી (આચાર્ય, ગોઝારિયા હાઈસ્કૂલ) સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે નિબંધ સ્પર્ધાનું પણ…

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન યોજાયું.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને ગર્લ્સ હાઇસ્કુલની ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડૉ. સોમાભાઈ પટેલે ‘કારકિર્દી સજ્જતા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ’ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું. તેમજ ડૉ. તુષાર પંડ્યાએ ‘કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષે રસપ્રદ રીતે માહિતગાર કર્યા. કોલેજના…