શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત  “ સારસ્વત સંમેલન કાર્યક્રમ  ” યોજાયો.

આજ તા. ૧૫-૧૦-૨૦૧૮ સોમવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત  “ સારસ્વત સંમેલન કાર્યક્રમ  ”  શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થનાહૉલમાં યોજાયો. સવારે ૧૦-૦૦ કલાકના ટકોરે સમારંભના આદરણીય પ્રમુખશ્રી ડી.એમ.પટેલ સાહેબ ,મુખ્ય મહેમાનશ્રી પ્રવિણસિંહ રાઠોડ ,અતિથી વિશેષ સોનલબેન મોદી, શ્રીમતી મીનાબેન મોદી , ગો.કે.મંડળના ટ્ર્સ્ટી…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાયેલી જુદી જુદી યાદગીરી બેનરો સ્વરૂપે

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત કેળવણી મંડળ સંચાલિત જુદીજુદી સંસ્થાઓમાં ચાલુ વર્ષ દરમ્યાન ઊજવવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓના બેનર અહિ એકસાથે રજૂ કરવામાં આવેલ છે. બેનર તૈયાર કરવામાં હાઈસ્કૂલના શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ સોલંકી સાહેબે તન – મન થી લેબમાં સમય આપી કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી અશોકભાઈ જી.પટેલ…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત નીમા મહિલા કૉલેજના આયોજન નીચે ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત બધીજ શૈક્ષણિક સંસ્થાઓનો નવરાત્રિ મહોત્સવ યોજાયો.

નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મયોગી આચાર્યશ્રીઓ અને શિક્ષકોના આયોજન હેઠળ વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામનાં જાહેર સ્થળો તેમ જ જાહેર માર્ગોની સફાઈનો કાર્યક્રમ આજે સવારે કરવામાં આવેલ છે.સૌનો અભિનંદનસહ આભાર.

અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો

હીરામણિ વિદ્યાસંકુલ,અમદાવાદ ખાતે શ્રી ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ તા:૩૦/૦૯/૧૮ને રવિવારના રોજ યોજવામાં આવેલ.

કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજાઈ.

આજ રોજ તા.25/09/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ,ગોઝારીયાના વિદ્યાર્થીઓ તથા શાળાના ત્રણ શિક્ષક સાહેબ શ્રી મહેશભાઇ રોહીત સાહેબ ,શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી સાહેબ તથા શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજવામા આવી. મુલાકાત દરમ્યાન આઈ.ટી.આઈ ના અધિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ સાહેબ દ્વારા તથા…

પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન – નિમંત્રણ

આદરણીય વતનબંધુઓ તથા બહેનો, આપણી માતૃશિક્ષણ સંસ્થા શ્રી ગોઝારીય કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના નવનિર્માણ અને પુન:પ્રાણપ્રતિષ્ઠાના ઉમદા હેતુથી તા ૨૯,૩૦અને૩૧ ડિસેમ્બર દરમિયાન અષ્ટદશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.સૌ શુભેચ્છકો,દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહયોગ અને સદ્ભાવ મળી રહ્યો છે તે બદલ આભારની લાગણી અનુભવું છુ.મહોત્સવની સફળતા માટે આગામી તા:૩૦:૯:૧૮ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે હીરામણી સંકુલ,એસ.જી.હાઈવે,અમદાવાદ…

સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.

સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ કરવામાં આવી તેમજ શ્રી જે.એ.ઠાકોર સાહેબ ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્ક્ટર ) ના માર્ગદર્શન સાથે મેદાન માં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શ્રી સી.બી .પટેલ સાહેબ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્રક્ટર ) અને શ્રી ડી.વી રાઠવા…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” ની ઊજવણી કરવામાં આવી.

આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ”  શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ…