ગોઝારીયા આઈ.ટી.આઈના ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને શીટ મેટલ વર્કર ટ્રેડ ના કુલ ૫૦ તાલીમાર્થીઓના ગાંધીનગર ખાતે કેમ્પસ ઈન્ટરવ્યું ગોઠવાયા.

ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાઈનલ પરીક્ષામાં બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને શીટ મેટલ વર્કર ટ્રેડ ના કુલ ૫૦ તાલીમાર્થીઓ માટે આજે તા.૧૧/૦૯/૧૮ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને મેસીબસ ઓટોમેશન-ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટેના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું બન્ને કંપની ખાતે લેખિત ટેસ્ટ તેમજ મૌખિક કસોટી લેવામાં…

અષ્ટદશાબ્દી મહોત્સવમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન તથા ભવ્ય આતશબાજી

शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા  મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…

ગાંધીનગર ખાતે ગોઝારીયા આઈ. ટી.આઈ ના તાલીમાર્થીઓના એપ્રેન્ટીશ માટેના કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયા.

ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાયનલ પરીક્ષા મા બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને વેલ્ડર ટ્રેડ ના કુલ ૨૫ તાલીમાર્થી માટે આજે તા.૨૦/૦૮/૧૮ ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને એજીસી નેટવર્ક લિમિટેડ -ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટે ના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું બન્ને કંપની ખાતે રિટન ટેસ્ટ…

વિદ્યાર્થીઓ દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવમાં બચત દાનની જાહેરાત

આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.

શેઠ શ્રી.આર.વી.રાવલ આઈ.ટી.આઈ – ગોઝારિયા ને ભારત સરકાર દ્વારા મળેલ થ્રી સ્ટાર રેટીંગ

સમગ્ર ભારત દેશમાં કાર્યરત આઈ.ટી.આઈ માં ઉપલબ્ધ સુવિધાઓ , તાલીમી માળખું , તાલીમી ગુણવત્તા અને પાસ આઉટ તાલીમાર્થીઓના જોબ પ્લેસમેન્ટ અને સંસ્થાના         ઈન્ડસ્ટ્રીયલ રીલેશન આધારિત વિવિધ પાસાઓના અભ્યાસ અને સર્વે આધારિત ગ્રેડીગ ભારત સરકારના MSDE મંત્રાલય દ્વારા વર્લ્ડ બેંક ના વોકેશનલ ટ્રેનીગ ઈમ્પ્રુવમેંટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યની તમામ ITI નું ફાઈનલ ગ્રેડીગ લિસ્ટ…

ગોઝારીયા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ એ પ્રોડકશન જોબ તરીકે-પ્લાન્ટ ગાર્ડ બનાવ્યા

ગોઝારિયા આઈ.ટી.આઈ.ના શીટ મેટલ વર્કર અને વેલ્ડર ના તાલીમાર્થીઓ એ પ્રોડકશન જોબ તરીકે-પ્લાન્ટ ગાર્ડ બનાવ્યા. દરેક તાલીમાર્થીઓને આઈ.ટી.આઈ.ના અધિક્ષકશ્રી તથા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.

વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ આઈ.ટી.આઈ. ગોઝારિયા

આજ રોજ તા. ૨૪/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ (GIA) તથા શ્રી બી.કે અને શ્રી જી.કે.પટેલ સ્વનિર્ભર આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓનો વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ગોઝારિયા ગામના સરપંચ શ્રી રમેશભાઈ એસ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં તથા મુખ્ય મહેમાન શ્રી આર.આર.શાહ સાહેબ ( નિવૃત સુપરવાઈઝર – ધી…