અષ્ટદશાબ્દી મહોત્સવમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન તથા ભવ્ય આતશબાજી

शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા  મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…

વિદ્યાર્થીઓ દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવમાં બચત દાનની જાહેરાત

આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સ્નેહમિલન યોજાયું.

શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સ્નેહમિલન યોજાયું. શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહેત્સવ ૨૦૧૮ અંતર્ગત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તારીખ ૨૯/૦૭/૨૦૧૮ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે શાળા ના પ્રાંગણ મા કરવામાં આવ્યું હતું જેમાં મહોત્સવ અંગે શ્રી જયંતીભાઈ…

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા માં ઓરી – રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરાયું.

મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નૂરબીબી) નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા માં યોગ્ય લાયકાત ધરાવતા તથા તાલીમ લીધેલ આરોગ્ય કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો. ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ નો ઉત્સાહ…

ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમા પ્રસંગની ઉજવણી યોજાઈ.

આજ તા. 25/07/2018 ના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કુલ,ગોઝારિયાના પ્રાર્થનહોલમાં ગોઝારીયા ગામના રહેવાસી અને વ્યવસાયે ડોક્ટર શ્રી બાબુભાઈ ગોસ્વામી ની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા ના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી. કેળવણી મંડળ સંચાલિત કે.કે.પટેલ ગર્લ્સ સ્કુલ,શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને નીમા ગર્લ્સ આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓ -ગુરુજનો ,કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી…