શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં રંગોળી સ્પર્ધા

૭૨ મા સ્વાતંત્ર્યદિન ની પૂર્વ સંધ્યાએ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ – ગોઝારિયામાં ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો. કુલ ૧૧ ટુકડીઓની બહેનોએ ૧૧ રંગોળી ની સુંદર રચના કરી. નિર્ણાયક તરીકે ચિત્ર શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ ,શ્રી પારસભાઈ ડબગર, શ્રી મહેશભાઈ રોહિત સાહેબે કામગીરી બજાવી. અને તૈયાર થયેલી રંગોળી…

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી

આ રોજ ગોઝારીયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શાળાના વિશાળ મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ દાતાઓશ્રી તરફથી તેજસ્વી તારલાઓને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિવિધ દાતાશ્રીઓ તરફથી અષ્ટદશાબ્દિ મહોત્સવમાં માતબર દાનની જાહેરાત કરવામાં આવી. આનંદ ઉત્સાહથી સૌ હાજર…

વિદ્યાર્થીઓ દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવમાં બચત દાનની જાહેરાત

આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.…

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સૂત્રને સાર્થક કરતા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ના NSS ના વિદ્યાર્થીઓ

સ્વચ્છ રહેવું એ માનવીય પ્રકૃતિનું ભાગ છે. સફાઈ સૌ ને ગમે છે. સ્વચ્છતા પ્રગતિ માટે પણ જરુરી છે. બલ્કે સ્વચ્છતા સ્વસ્થ્ય રહેવા અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણા દેશના ગામડાઓ અને ઘણા બધા શહેરોમાં સ્વચ્છતાનો અભાવ નરી આંખે જોઈ શકાય છે. નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં મહેસાણા તાલુકાની ખો -ખો (ખોભિલ્લું; ચકભિલ્લુ; મગમાટલી) સ્પર્ધા યોજાઈ.

રમત-ગમત ની વ્યાખ્યા સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ તરીકે કરાય છે. રમત-ગમતો મોટાભાગે આનંદ માટે અથવા લોકો સારી શારીરિક સ્થિતિમાં રહેવા વ્યાયામ કરવાનું જરૂરી ગણતા હોવાની એક સાદી હકીકતને કારણે રમાય છે.રમત-ગમતમાં ભાગ લેનારાઓએ સારી ખેલદિલી, તથા પ્રતિસ્પર્ધકો અને અધિકારીઓ સાથે આદરપૂર્ણ વ્યવહારનાં ધોરણો પ્રદર્શિત કરવાની, અને રમત-ગમત હારે ત્યારે વિજેતાને અભિનંદન…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ,ગોઝારિયા દ્વારા અંડર નાઈન્ટીંન જિલ્લા લેવલ ખો ખો (બહેનો) ની સ્પર્ધા યોજાઈ

તારીખ 06/08/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ,ગોઝારિયા દ્વારા અંડર નાઈન્ટીંન જિલ્લા લેવલે ખો ખો (બહેનો) ની સ્પર્ધા યોજાઈ. જેમાં અતિથિવિશેષ ડૉ. ગાયત્રી બેન સી. બારોટ (નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા) દ્વારા ઓપનિંગ થયું.

જિલ્લા કલા મહાકુંભ એકપાત્રિય અભિનયમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ વિજેતા

તા.03/08/2018 ના રોજ અર્બન બેન્ક વિદ્યાલય મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. સદર સ્પર્ધામાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલનો ધોરણ 9 નો વિદ્યાર્થી જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ તૃતીય નંબર મેળવી શાળાનું તથા ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. જોશી આયુષને સરકારશ્રી દ્વારા 500 રૂ. તથા યજમાન સંસ્થા દ્વારા 400 રૂ. નું રોકડ ઈનામ મળે છે.…