3D ફિલ્મ નિદર્શન

જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં શાળાના મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિશાળકાય કાચબા, વાદળી પગવાળા બોબી પક્ષી, માછલીઓ, જ્વાળામુખી વાળા ટાપુઓ,દરિયાઈ જીવ તથા વિજ્ઞાનના પ્રયોગોથી ભરપૂર 3D ફિલ્મનું નિદર્શન કરાવવામાં આવ્યું. પ્રાર્થનહોલમાં ફિલ્મ નિહાળનાર દરેક વિદ્યાર્થીઓને પોલરાઇઝડ 3D-ચશ્મા આપવામાં આવ્યા. Dolbi સાઉન્ડ અને પોલરાઇઝડ 3D-ચશ્માથી ફિલ્મ નિહાળવાનો વિદ્યાર્થીઓએ…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ,ગોઝારીયામાં ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

સામાન્ય રીતે ઓરી જેવા રોગો પ્રત્યે વિદ્યાર્થીઓ ગંભીરતા દાખવતા નથી જેથી આવા રોગોના ગંભીર પરિણામો જોવા મળતા હોય છે. સરકારશ્રી દ્વારા ૨૦૨૦ સુધી ઓરીને નાબુદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ કરવાના હેતુથી એક અભિયાન હાથ ધરાયું છે.આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં તા.31/07/2018 ના રોજ ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના કુલ 199 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્ફૂલ,ગોઝારિયામાં વાલી બેઠક યોજાઈ.

આજ તા.28/07/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્ફૂલ,ગોઝારિયાના શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બેઠક મળી. સદર બેઠકમાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને અષ્ટદશાબ્દિ મહોત્સવના કન્વીનર શ્રી જયંતિભાઈ એન.પટેલ સાહેબે વાલીઓની બાળકો પ્રત્યેની ભૂમિકા તથા વિદ્યાર્થીઓ માટે કેળવણી મંડળના દ્વારા કરવામાં આવતા પ્રયત્નો વિશે વાત કરી હતી. ચાલુ વર્ષે યોજાઈ રહેલા…

ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમા પ્રસંગની ઉજવણી યોજાઈ.

આજ તા. 25/07/2018 ના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કુલ,ગોઝારિયાના પ્રાર્થનહોલમાં ગોઝારીયા ગામના રહેવાસી અને વ્યવસાયે ડોક્ટર શ્રી બાબુભાઈ ગોસ્વામી ની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા ના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી. કેળવણી મંડળ સંચાલિત કે.કે.પટેલ ગર્લ્સ સ્કુલ,શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને નીમા ગર્લ્સ આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓ -ગુરુજનો ,કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી…

તાલુકા કક્ષાની ખો-ખો ની સ્પર્ધામાં પ્રથમ ક્રમે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં તારીખ ૨૫-૦૭-૨૦૧૮ ને બુધવારના રોજ તાલુકા કક્ષાની ભાઈઓ-બહેનોને ખો-ખો ની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયાના ભાઈઓ પ્રથમ ક્રમ મેળવી સ્કૂલ નામ રોશન કર્યું.

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ – કલા મહાકુંભમાં મેળવેલ સિદ્ધિ

તા.22/07/2018 ને રવિવારે તાલુકા કક્ષાના કલા મહાકુંભના કાર્યક્રમમાં (વર્ધમાન વિદ્યાલય -મહેસાણા ખાતે ) શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલે 4 કૃતિમાં ભાગ લીધો. જેમાં જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. સમૂહગીતમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકમિત્રોને આચાર્યશ્રી તથા ગોઝારીયા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ ગોઝારીયામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી

શાળામાં હરિયાળી વધે, પ્રદુષણ દુર થાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા ઉમદા હેતુથી આજ તા.21/7/2018 ના શનિવારના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ ગોઝારીયામાં કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ,શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબે વિદ્યાર્થીઓને છોડનું મહત્વ સમજાવ્યું હતું. ઈકો ક્લબના ઈન્ચાર્જ અને વૃક્ષપ્રેમી શ્રી ભાણાભાઈ સાહેબે તેમના…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ ૧૧ જુલાઈ થી તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૮ દરમ્યાન નિબંધ, વકતૃત્વ, સુત્રો, ચિત્ર, વાદ-વિવાદ, પ્રદર્શન, આરોગ્ય નિદર્શન જી.સી.ઈ.આર.ટી ડી.વી.ડી પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો અને…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ – NSS અભિસ્થાપન કાર્યક્રમ

આજ રોજ તા. ૧૯/૦૭/૨૦૧૮ ના રોજ શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં ધોરણ – ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં એન.એસ.એસ અભિસ્થાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી પારસભાઈ ડબગર સાહેબે પ્રસંગોચિત પ્રવચન કર્યું.