શ્રી ગોઝારિયા કેળવણી મંડળ , ગોઝારિયા ના પૂર્વ પ્રમુખ શ્રી શંકરલાલ જીજીદાસ પટેલ જેઓ એ લાંબા સમય સુધી રચનાત્મક વિકાસ લક્ષી કામગીરી કરેલ તેઓ ની એવિ ભાવના હતી કે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ , સંચાલિત કોલેજ નું નિર્માણ થાય કારણ કે ગોજારિયા ગામ અને આજુબાજુ ના ગામ ની દીકરીઓ કોલેજ ના શિક્ષણ થી વંચિત ના રહે તે આશય થી તેઓ ના વિચારો પ્રમાણે તેઓ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ ના સભ્યઓ ને વારંવાર કહેતા કે ગોઝારિયા માં કોલેજ ની સ્થાપના નહીં કરવામાં આવે તો હું કાગડો બની ને આ સંકૂલ માં બેસીસ.
તેઓ માં આવિચાર ને શિરોમાન્યરાખી કોલેજ ની સ્થાપના કરવા માં આવી.
ગુજરાત સરકાર શ્રી ના શિક્ષણ વિભાગ દ્વારા કોલેજ શરૂ કરવાની સૈધ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ તા: 0૩/૦૭/૧૯૯૭ ને ગુરુવારે મંડળ ના હોદ્દેદારો તથા મહાનુભાવો ના આશીર્વાદ થીકોલેજ ના શૈક્ષણિક કર્યો નો પ્રારંભ થયો. આમ ૧૯૯૧ થી જે મહિલા કોલેજ શરૂ કરવાના પ્રયત્નો હતા તેનું નક્કર પરિણામ એટલે ….