પરીક્ષાને પર્વ સમજી શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલની બાળાઓ બીજી વાર્ષિક પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પાંચ પ્રશ્નપત્રો મુહાવરા રૂપે લખવાના મૂડમાં દેખાઈ રહી છે. પરીક્ષાની સાથે સાથે શિસ્ત, મહાવરો, સમયપાલન તથા જીવનલક્ષિ મૂલ્યો ના પાઠ શાળાના ઈ.આચાર્ય શ્રી મુકેશભાઈ લિંબાચિયા તથા સારસ્વત મિત્રો દ્વારા શીખવાડવા માં આવે છે. શાળાની દીકરીઓ સ્વસ્થ મુદ્રામાં પ્રશ્નપત્રના મહાવરામાં વ્યસ્ત જણાય છે.