કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’ વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ,ગોઝારિયા .
૧૯૮૪થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો અને બેટી પઢાવો આવા સુંદર વિચારો સાથે ગર્લ્સ સ્કૂલ દિન પ્રતિદિન ધીમેધીમે વટવૃક્ષ બનવાના પ્રયત્નો કરી રહી છે.અમારી સંસ્થા એકજ ધ્યેયથી આગળ વધી રહી છે અને તે છે ….દીકરીના શિક્ષણ વિના ‘વિશ્વકલ્યાણ’ નો કોઈ માર્ગ જ નથી.
અહી કહેવાનું મન અચૂક થાચ છે ….. શબ્દને શણગારવાનો હોય છે
કાં પછી પડકારવાનો હોય છે.
હોસિયાની બહાર મૂકી જાતને ,
અહી, ગર્લ્સ હાઈસ્કૂલને, શિખરે ફ્રરકાવવાની છે.
અમારી સંસ્થાના વડા,સંસ્થાના સુકાની અને ધ્યેયનિષ્ઠ,મૂલ્યનિષ્ઠ એવા આચાર્યાશ્રી, તેમજ કર્મનિષ્ઠ, સત્યનિષ્ઠ અને સાચા કર્મયોગી એવા સારસ્વત મિત્રોનું મિશન અને વિઝન છે. …….વિધાર્થિનીઓ પ્રત્યે નિષ્ઠા, વિષયનિષ્ઠા,સંસ્થા પ્રત્યે નિષ્ઠા,સમાજનિષ્ઠા અને આ તમામ નિષ્ઠાઓને પૂર્ણ કરવા માટે ઈશ્વર નિષ્ઠા.
પ્રગતિ,વિકાસ અને મોર્ડનાઈઝ થવું એ નાની બાબત નથી પરંતુ અમારી આ વહાલસોયી સંસ્થા સમયની સાથે અને બદલાતા પરિવેશમાં કદમ સે કદમ મિલાવી પ્રગતિના પગથિયા સર કરે રહી છે.શાળામાં હાલ ધો.૯થી૧૨ નાં કૂલ ૬ વર્ગો ચાલે છે. ધો.૯ના ૨ વર્ગો,ધો.૧૦ના ૨ વર્ગો, અને ધો.૧૧અને ૧૨ના એક-એક વર્ગ ચાલે છે.શાળામાં.ઉ.મા. વિભાગમાં સામાન્ય પ્રવાહમાં આટર્સ અને કોમર્સ ચાલે છે. શાળામાં આચાર્યાશ્રી સાથે મળીને કોલ ૧૬ નો સ્ટાફ છે.
ઈન્ચાર્જ આચાર્ય : શ્રી મુકેશકુમાર બી.લિમ્બાચિયા ( રાજ્ય એવોર્ડ વિજેતા )