આજ રોજ તા.25-09-2018 ના રોજ મહેસાણા તાલુકા કક્ષાની ખો ખો સ્પર્ધા શાળાના વિશાળ મેદાનમાં યોજાઈ. નિમા મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ગાયત્રીબેનના હસ્તે રમતની શરૂઆત થઈ. તાલુકાની કુલ 35 ટીમો એ રમતમાં ભાગ લીધો. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ પટેલ અને શ્રીમતી જાગૃતિબેન પટેલના કુશળ આયોજનને કારણે સ્પર્ધા ખૂબજ સફળ રહી.
શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી હાજર રહી વિદ્યાર્થીઓને મોટીવેટ કર્યા.