ગોઝારિયા કૉલેજમાં બેંક ઓફ બરોડા દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજાયો.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત બેંક ઓફ બરોડાના 111મા સ્થાપના દિન નિમિત્તે 20મી જુલાઈ, 2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કે. કે. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલની SSC,HSC અને નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની સેમ. 6 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત તેજસ્વી તારલાઓને મોમેન્ટો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. બેંક ઓફ બરોડાના સિનિયર મેનેજર શ્રી જીગ્નેશભાઈ પટેલ સાહેબે બેંક પરિચય અને જીવનમાં બેન્ક દ્વારા થતા વિવિધ લાભો વિષે માહિતગાર કર્યા. સાથે સાથે બેન્કના મેનેજર શ્રી રમેશભાઈ ચૌધરી તથા તેમના સમગ્ર સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહીને બહેનોને પ્રોત્સાહિત કર્યા. ઉપરાંત કેળવણી મંડળના સક્રિય હોદ્દેદારશ્રીઓ જે. એન.પટેલ સાહેબ, જ.ચ.પટેલ સાહેબ, એ.જી.પટેલ સાહેબ, શૈલેશભાઈ પટેલ સાહેબ તથા નિયામકશ્રી નિરુભાઈ પટેલ સાહેબ અને કોલેજના વડા ડો. ગાયત્રીબેન બારોટ ઉપસ્થિત રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા.