૭૨ મા સ્વાતંત્ર્યદિન ની પૂર્વ સંધ્યાએ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ – ગોઝારિયામાં ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો. કુલ ૧૧ ટુકડીઓની બહેનોએ ૧૧ રંગોળી ની સુંદર રચના કરી. નિર્ણાયક તરીકે ચિત્ર શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ ,શ્રી પારસભાઈ ડબગર, શ્રી મહેશભાઈ રોહિત સાહેબે કામગીરી બજાવી. અને તૈયાર થયેલી રંગોળી માંથી પ્રથમ ,દ્વિતીય અને તૃતિય નંબર જાહેર કરવામાં આવ્યા. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સુંદર સ્પર્ધા યોજાઈ.
રંગોળી વિડીયો જોવા અહિ ક્લીક કરો.