નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં તા. 29/8/2018 ના રોજ શ્રાવણ માસના પુણ્યકાર્ય સ્વરૂપે કોલેજની તમામ દિકરીઓને ભોજનદાનનું આયોજન કરાયું. જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા અન્ય સંસ્થાઓના આચાર્યાશ્રીઓઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પર્વમાં અષ્ટ દશાબ્દી મહોત્સવના કન્વીનરશ્રી, કેમ્પસ નિયામકશ્રી, ભોજનદાતાશ્રીઓ તથા કોલેજના આચાર્યાશ્રી ગાયત્રીબેન બારોટે ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે સાથે ભોજનદાતાશ્રીઓના ધર્મકાર્યને બિરદાવી આભાર માન્યો હતો.