અમારી શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. શાળામાં શિક્ષણ સાથે બાળકમાં મુલ્યો સાથે તેનો નૈસર્ગિક રીતે સર્વાંગી વિકાસ થાય અને એક સારા નાગરિક તરીકે જવાબદાર બને તે માટે શાળા દ્વારા અલગ અલગ પ્રવૃત્તિ અને કાર્યક્રમો શરુ કરવામાં આવેલ છે.
હાલ વરસાદી સીઝનમાં બગીચો સોળે કલાએ ખીલી ઉઠે તે માટે કેળવણી મંડળના મંત્રીશ્રી શૈલેષભાઈ એમ.પટેલ તથા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી શૈલેષભાઈ એસ.પટેલ વ્યક્તિગત રસ લઈ બગીચાની સંભાળ તથા સુંદર બગીચો બને તે માટે સુંદર લોન લાવી જાતે વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ , ગ્રંથપાલ શ્રી ભાણાભાઈ પરમાર તથા શાળાના બગીચા સંભાળ કમિટીના વિદ્યાર્થીઓ લોન ગોઠવવાનું આયોજન કરી રહ્યા છે. મિત્રોની મહેનતને કારણે સમગ્ર કેમ્પસમાં છોડ – વૃક્ષોના કારણે આંખોને આનંદ મળે તેવી લીલોતરી જોવા મળી રહી છે. કામમાં મગ્ન એવા વિદ્યાર્થીઓની એક ઝલક ફોટોગ્રાફ્સમાં જોઈએ તો ….