જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં શાળાના મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિશાળકાય કાચબા, વાદળી પગવાળા બોબી પક્ષી, માછલીઓ, જ્વાળામુખી વાળા ટાપુઓ,દરિયાઈ જીવ તથા વિજ્ઞાનના પ્રયોગોથી ભરપૂર 3D ફિલ્મનું નિદર્શન કરાવવામાં આવ્યું. પ્રાર્થનહોલમાં ફિલ્મ નિહાળનાર દરેક વિદ્યાર્થીઓને પોલરાઇઝડ 3D-ચશ્મા આપવામાં આવ્યા. Dolbi સાઉન્ડ અને પોલરાઇઝડ 3D-ચશ્માથી ફિલ્મ નિહાળવાનો વિદ્યાર્થીઓએ ખૂબજ રોમાંચ અને આનંદ અનુભવ્યો.