વૃક્ષો અને બગીચા ની સંભાળમાં વ્યસ્ત વાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ

શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કુલ અને શ્રીમતી એ એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કુલ ગોજારીયા શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો નિયામક, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે.…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં વૃક્ષારોપણની પૂર્વતૈયારી કરાઈ

આઝાદી મળ્યા પછીના 70 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 125 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે.…

વાંચન આયોજન

ગોઝારિયા કેળવણી મંડળ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયા વસ્તી સપ્તાહ અંતર્ગત શાળાના વિધ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરીના પુસ્તકોથી અવગત કરવામા માટે તથા પસ્તકોનુ મહત્વ સમજાય તે હેતુથી ધોરણ 12 કોમર્સના વિધ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરીમા વાંચન નુ આયોજન શ્રી કેતનભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઇ સોલંકી દ્વારા કરવામા આવ્યુ

પ્રામાણિકતાની કદર

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ?પ્રમાણિકતા ની કદર? શાળામા વર્ષ દરમ્યાન જે વિધ્યાર્થીઓએ કોઇની ખોવાયેલ વસ્તુ કે નાણુ પોતાની પાસે રાખવાની લાલચ થી પર રહી એ વસ્તુ કે નાણુ શાળા ના આચાર્ય શ્રી મુકેશભાઇ ચૌધરી ને જમા કરાવ્યા હતા તો દરેક વિધ્યાર્થીઓનુ આ તબકકે તેમની નિષ્ઠા અને પ્રમાણિકતાની કદર રૂપ પ્રમાણપત્ર…