‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘સ્વચ્છતા પખવાડા’ – નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ

તા ૧૩/૦૮/૨૦૨૧ અને તા ૧૪/૦૮/૨૦૨૧ના રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોઝારિયાના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ અને Environment care & Development Trust, Sertha દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘સ્વચ્છતા પખવાડા’ નિમિત્તે બદલપુરા, દત્તક ગામ ધાધુસણ અને પઢારિયા ગામે Two day campનુ આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત સ્વચ્છતા રેલી, રાષ્ટ્રગાન પ્રોગ્રામ, વડવાવો, કપડા વિતરણ અને ચોપડા…

શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ વૃક્ષારોપણ કાર્યક્રમ

આજ રોજ ૧૫ મી ઓગષ્ટ ને ૭૫ માં સ્વાતંત્ર દિને શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઇન એઇડ)તેમજ શ્રી બી.કે.એન્ડ જી.કે.પટેલ સેલ્ફ ફાયનાન્સ આઈ.ટી.આઈ.,ગોઝારીયા નો સંયુક્ત વૃક્ષા રોપણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.જેમાં શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઇન એઇડ) ખાતે નવીન નિયુક્તિ પામેલ સ્ટાફ પરિવાર ના સદસ્યો…

વૃક્ષો અને બગીચા ની સંભાળમાં વ્યસ્ત વાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ

શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કુલ અને શ્રીમતી એ એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કુલ ગોજારીયા શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો નિયામક, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે.…

વૃક્ષો અને બગીચાની સંભાળમાં વ્યસ્ત દિનેશભાઈ સાહેબ

હાલ વરસાદી સીઝનમાં બગીચો સોળે કલાએ ખીલી ઉઠે તે માટે નિયામક શ્રી એન.કે.પટેલ,આચાર્યશ્રી એમ.એમ.પટેલ વ્યક્તિગત રસ લઈ બગીચાની સંભાળ તથા શાળા કેમ્પસમાં રહેલ વૃક્ષો ના જતન તથા માવજત માટે સુંદર આયોજન કરેલ છે. વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબ અન્ય શિક્ષકો તથા સેવક મિત્રોના સથવારે શાળાનો બગીચો તથા વૃક્ષો સોળે કળાએ ખીલી ઉઠે તે માટે…

શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.

ગત તા:૨૯ ફેબ્રુઆરીના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા આ શૈક્ષણિક વર્ષથી પ્રારંભ કરવામાં આવેલ શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવેલો. જેમાં શ્રીમતિ જીજ્ઞાબેન જીજ્ઞેશકુમાર પટેલ,શ્રીમતિ ઉન્નતિબેન ગૌરવકુમાર પટેલ મુખ્ય મહેમાન,શ્રી ભીખાભાઈ મણીલાલ પટેલ,શ્રી મહેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ અતિથી વિશેષ તરીકે તથા કેળવણી મંડળના સભ્યોએ હાજરી આપી…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈ.અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ , ગોઝારિયા ખાતે પુલવામા શહીદ દિન ઉજવણી

એક દીવો દેશના શહીદને નામ “પુલવામા શહીદ દિન ઉજવણી” આજ રોજ શાળાના પ્રાર્થના હૉલમાં ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતીપોરામાં ભારત માતાની રક્ષા કાજે જાનનું બલિદાન આપનાર શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોઝારિયા ગામના આર્મીમાંથી સેવા નિવૃત થયેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળો યોજાયો.

આજ રોજ તા. 12/02/2020 બુધવારના રોજ બાળકોમાં નફા નુકશાનની સમજ પડે તેમજ ગ્રાહક, બજાર, માલ, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, નુકશાનની સમજ પડે અને ભવિષ્યમાં કુશળ વેપારી બને તેવા શુભ આશિષથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળા નું આયોજન હાથ ધરાયું. આ આનંદ મેળાના આયોજનમાં ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓએે ઉત્સાહભેર ભાગ લીધો હતો.…

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ. પ્રાથમિક શાળામાં ગણેશપર્વની ઊજવણી હાથ ધરાઈ.

આજે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના બાળકોએ પર્વને અનુરૂપ એક લેઝીમ ડાન્સ પણ રજૂ કર્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ડાભી દ્રારા કરવામાં આવ્યું.કાર્યક્રમ ને અંતે ભાવનાબેન અને પૂજાબેન તરફથી બાળકોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું.