શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ ૧૧ જુલાઈ થી તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૮ દરમ્યાન નિબંધ, વકતૃત્વ, સુત્રો, ચિત્ર, વાદ-વિવાદ, પ્રદર્શન, આરોગ્ય નિદર્શન જી.સી.ઈ.આર.ટી ડી.વી.ડી પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો અને વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.